મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ

 મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો કરીને મારા મારી કરવામાં આવી હતી અને આ ઘટનામાં સામસામે ફરિયાદો પણ નોંધવામાં આવેલી છે જેમથી એક ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના કુલ મળીને છ શખ્સોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા બાદમાં મારામારીના બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડાચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં વિનોદ નાનજીભાઈ ચાવડા અને ચિરાગ નાનજીભાઈ ચાવડા રહે, બંને મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News