મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ

મોરબીના બાયપાસ રોડે જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના પીપળી ગામે મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ માળિયા મિંયાણાના વવાણીયા ગામના મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા ૮/૯ નરોજ બાઈક લઈને જતો હતો ત્યારે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા હતા મુન્નાભાઇને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડાને ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો. અને ત્યાથી ઇજાગ્રસ્ત મુન્નાભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા ત્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ બનાવમાં હાલમાં મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ કોળી (૪૦) એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગુનો નોંધાયો

મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારના રહેવાસી અવચરભાઇ બેચરભાઈ પરમાર જાતે સથવારા (૫૫) તથા તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમાર બંને ગઇકાલે બોરીયાપાટીમાંથી પગપાળા માતાના મઢ(કચ્છ) જવા માટે નીકળ્યા હતા. અને બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર ગામના પાસે ક્રેનના ચાલકે અવચરભાઇ બેચરભાઈ પરમારને હડફેટે લીધા હતા જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા મહેશ અવચરભાઇએ હાલમાં ક્રેનના ચાલકની સામે ફરિયાદ નોંધવી છ






Latest News