ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહનના પૈસા કેમ ઉઘરાવ્યા છે તેમ કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહનના પૈસા કેમ ઉઘરાવ્યા છે તેમ કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે યુવાને ત્રણ શખ્સો દ્વારા એક દિવસ નિકળીએ તો પૈસા કેમ ઉઘરાવિયા છે ? તેવું કહીને ઢીકાપાટુનો માર મારીને વિખોરિયા ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવની હાલમાં ત્રણ  શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં નવા વઘાસિયા ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ મકવાણા જાતે અનુ.જાતી (૩૫)એ હાલમાં જગદીશભાઈ નારણભાઈ સોલંકી, કિશોરભાઈ નારણભાઈ સોલંકી અને પારસભાઈ મહેશભાઈ સોલંકી રહે નવા વઘાસિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી જગદીશભાઈ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે એક દિવસના અહીંથી વાહન નીકળવાના પૈસા કેમ ઉઘરાવીયા છે એવું કહીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને કાઠલો પકડીને કિશોરભાઈ સોલંકીએ માર મારી ગાળો આપી હતી અને પારસભાઈ સોલંકીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News