મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, ખોટા નામ કેમ આપે છે કહીને હળવદના નવા અમરાપરમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, ખોટા નામ કેમ આપે છે કહીને હળવદના નવા અમરાપરમાં યુવાન ઉપર છરી વડે હુમલો

હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા યુવાનના ઘરે આવીને એક શખ્સે મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી. તું મારા ખોટા નામ કેમ આપે છે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરી તેને ગળાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા રાજુભાઈ મેરૂભાઈ બાલાસણીયા જાતે અનુ. જાતી (૨૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિશન ચંપકભાઈ બાલાસણીયા રહે. ઘનશ્યામગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપીએ ફરિયાદીના ઘરે આવીને મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી તું મારા ખોટા નામ કેમ આપે છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીએ પોતાના હાથમાં રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં રાજુભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૪૫૨ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News