મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને વાંકાનેરના નવા રાજાવડલામાં મારામારી: સામસામી ફરિયાદ


SHARE











તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને વાંકાનેરના નવા રાજાવડલામાં મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેવું કહીને યુવાન અને તેના ભાઈઓને મારવામાં આવ્યો હતો અને ત્યારે સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (૩૦)એ હાલમાં ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા  અને તેના ભાઈ સંજયભાઈ ગોવિંદભાઈ શેટાણીયા રહે. બંને નવા રાજાવડલા વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ધીરુભાઈ શેટાણીયાએ તેની પાસે આવીને કહ્યું હતું કે, “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેમ કહીને આરોપીઓએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના પાઇપ પડે માર મારીને ઈજા કરી હતી ત્યારે ફરિયાદીના ભાઈ નિલેશને પણ લોખંડના પાઇપ વડે માર મારીને અંગૂઠામાં ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે તથા આકાશને લોખંડનો પાઇપ મારીને તેને પણ ઇજા કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન સહિતના ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ સંજયભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી આ બનાવમાં નવા રાજાવડલા ગામે રહેતા ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા જાતે કોળી (૨૮)એ સંજયભાઈ બાબુભાઈ સોલંકી, નિલેશભાઈ બાબુભાઈ સોલંકી અને આકાશ બાબુભાઈ સોલંકી રહે. ત્રણેય જુના રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સંજયભાઈ સોલંકીને બે દિવસ પહેલા ઘર પાસે ઉભા નહીં રહેવા માટે થઈને કહ્યું હતું જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ સંજયને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે માથામાં માર મારી ઈજા કરી હતી તેમજ નિલેશભાઈએ ધારિયું મારીને ઇજા કરેલ છે જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News