મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં સરકારી ખરાબામાં દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં સરકારી ખરાબામાં દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦ ચોરસ મીટર જગ્યા ઉપર પાકું રહેણાંક મકાન અને બાજુમાં પતરાની વાડ કરી બાંધકામનો સેન્ટીંગનો માલ સામાન રાખીને દબાણ કરવામાં આવેલ છે જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારાની સામે હાલમાં વાંકાનેર તાલુકાના મામલતદાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણી (૨૯)એ હાલમાં માવજીભાઈ લાલજીભાઈ વોરા રહે. રાતીદેવરી તાલુકો વાંકાનેર હાલ રહે ૨૬/૯૯ આંબેડકર કોલોની ભુદરપુરા રોડ એલિસબ્રિજ અમદાવાદ વાળાની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરના રાતીદેવરી ગામે સરકારી ખરાબા સર્વે નંબર ૪૨૪ નું હે ૨૬-૦૫-૧૮ ચોરસ મીટર જમીનમાં અંદાજે ૧૫૦ ચોરસ મીટર જમીન ઉપર વર્ષ ૨૦૨૦ માં કોરોનાના સમયથી આજ દિવસ સુધી ગેરકાયદેસર કબજો કરીને દબાણ કરેલ છે અને ત્યાં બાંધકામ કરી પાકું મકાન બનાવી નાખ્યું છે તેમજ તેની બાજુમાં પતરાની વાડ બનાવી બાંધકામ અંગેના સેન્ટીંગનો માલસામાન રાખી સરકારી જમીન ઉપર દબાણ કરી જમીન પચાવી પાડેલ છે જેથી કરીને હાલમાં મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News