મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સામૂહિક અને સલામતપણે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન


SHARE







મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સામૂહિક અને સલામતપણે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન

છેલ્લા ૧૧ દિવસથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું દરમ્યાન આજે મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ નદીમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ કરવામાં આવશે આ તકે કેટલાક ભક્તોની આંખો ભીની થઇ ગઇ હતી.

ગણેશોત્સવનું મહત્વ છેલ્લા વર્ષોમાં મોરબી સહીત સૌરાષ્ટ્રમાં પણ વધી રહ્યું છે અને ઠેરઠેર ગણેશજીની સ્થાપના કરીને ગણપતિ બાપનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ કર્યા હતા જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ક્રેઇન , તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ-૩ ડેમ ખાતે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવેલ હતુ.

ગણપતિ વિસર્જનમાં ડુબી જવાથી ઘણા લોકોના મૃત્યુ છેલ્લા વર્ષોમાં જુદાજુદા વિસ્તારોમાં થયા છે જેથી કરીને આવો બનવા મોરબીમાં ન બને તેના માટે પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને શહેરમાં શનાળા રોડ સ્કાયમોલ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવે છે અને દિવસ દરમ્યાન જેટલા પણ લોકો ગણેશજીની મૂર્તિ મૂકી જશે તેની પાલિકાની ટીમ દ્વારા તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે આજે સવારથી જ એકત્રીત થતી મુર્તિઓનું નદીમાં વિસર્જન કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ હતુ.જે આજે મોડી રાતની નવ વાગ્યા સુધી મુર્તી સ્વીકારીને વિસર્જન ચાલુ રાખવામાં આવેલ.કોઇપણ વિસ્તારમાંથી મુર્તિ આવશે તો તેનું નદીમાં તંત્ર દ્વારા વિસર્જન કરી આપવામાં આવ્યુ હતુ.

શહેરમાં જુદાજુદા વિસ્તારમાં નાના મોટા ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ઘણા લોકોએ પોતાના ઘર અને દુકાનોમાં પણ ગણેશજીના સ્થાપન કર્યા હતા અને ગણેશજીનું પૂજન અર્ચન કર્યું હતું જો કે, આજે નાની મોટી અનેક ગણેશજીની મૂર્તિઓનું પાલિકાના પવડી વિભાગ, ફાયર વિભાગ, સેનીટેશન વિભાગ અને ગેરેજ વિભાગના સ્ટાફ તેમજ સેવાભાવી લોકો દ્વારા વિસર્જન કરવામાં આવેલ તેમ પાલિકાના હિતેશભાઇ રવેવિયાએ માહિતી આપતાજણાવેલ છે .નદી કાંઠે ફાયર વિભાગનો સ્ટાફને હાજર રાખીને ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણા લોકોની આંખ ભીની થઈ હતી અને ભારે હૈયે ગણપતિ બાપને વિદાય આપી હતી.






Latest News