મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં સરકારી ખરાબામાં દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE











વાંકાનેરના રાતીદેવડીમાં સરકારી ખરાબામાં દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦ ચોરસ મીટર જગ્યા ઉપર પાકું રહેણાંક મકાન અને બાજુમાં પતરાની વાડ કરી બાંધકામનો સેન્ટીંગનો માલ સામાન રાખીને દબાણ કરવામાં આવેલ છે જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારાની સામે હાલમાં વાંકાનેર તાલુકાના મામલતદાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણી (૨૯)એ હાલમાં માવજીભાઈ લાલજીભાઈ વોરા રહે. રાતીદેવરી તાલુકો વાંકાનેર હાલ રહે ૨૬/૯૯ આંબેડકર કોલોની ભુદરપુરા રોડ એલિસબ્રિજ અમદાવાદ વાળાની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરના રાતીદેવરી ગામે સરકારી ખરાબા સર્વે નંબર ૪૨૪ નું હે ૨૬-૦૫-૧૮ ચોરસ મીટર જમીનમાં અંદાજે ૧૫૦ ચોરસ મીટર જમીન ઉપર વર્ષ ૨૦૨૦ માં કોરોનાના સમયથી આજ દિવસ સુધી ગેરકાયદેસર કબજો કરીને દબાણ કરેલ છે અને ત્યાં બાંધકામ કરી પાકું મકાન બનાવી નાખ્યું છે તેમજ તેની બાજુમાં પતરાની વાડ બનાવી બાંધકામ અંગેના સેન્ટીંગનો માલસામાન રાખી સરકારી જમીન ઉપર દબાણ કરી જમીન પચાવી પાડેલ છે જેથી કરીને હાલમાં મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News