મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર-રિક્ષા સર્જાયેલ થયેલા અકસ્માતના બનાવમાં ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક કાર-રિક્ષા સર્જાયેલ થયેલા અકસ્માતના બનાવમાં ગુનો નોંધાયો

મોરબીના મકરાણીવાસ અને કબીર ટેકરીમાંથી લોકો રિક્ષામાં બેસીને મોરબી તાલુકાના જીંજુડા ગામે દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જેપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં હાલમાં કાર ચાલક સામે ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના મકરાણીવાસ અને કબીર ટેકરી વિસ્તારમાં રહેતા લોકો રિક્ષામાં બેસીને મોરબી તાલુકાના જીંજુડા ગામે આવેલ દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને જે વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાં મોહિત મુસાભાઇ અજમેરી (૨૩)રેહાન આરીફભાઇ અજમેરી (૧૮)આરજુ અસલમભાઈ અજમેરી (૧૪)મુસ્કાન યાસીન અજમેરી (૧૫) મેરુજા યાસીન અજમેરી (૧૬) અને શેરબાનુ યાસીનભાઈ અજમેરી (૧૮) રહે. બધા મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં શેરબાનું યુસુફભાઈ અજમેરી જાતે-પિંજારા (૧૮)એ કાર નંબર જીજે ૩૬ એલ ૦૮૩૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News