મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે પુ.મોરારીબાપુની કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાશે, તડામાર તૈયારીઓને આખરીઓપ : સાંસદ મોહન કુંડારીયા


SHARE







મોરબીમાં શનિવારે પુ.મોરારીબાપુની કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાશે, તડામાર તૈયારીઓને આખરીઓપ : સાંસદ મોહન કુંડારીયા

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજવાની છે જેની હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ રામકથાના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા છે.

આજથી ૧૧ મહિના પહેલા મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા ત્યારે તેની શ્રધ્ધાંજલિ સભા મોરબીમાં કબીર આશ્રમ ખાતે યોજાઇ હતી જેમાં કથાકાર મોરારી બાપુ પણ આવ્યા હતા ત્યારે તેઓ ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગંતો મોક્ષાર્થે એક વર્ષમાં મોરબીમાં કથા આપવાની જાહેરાત કરી હતી જે કથાના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા છે અને આગામી તા.૩૦-૯ ના રોજ તેમના મોરબીના રવાપર રોડે આવેલા નિવાસ સ્થાનેથી સાંજે ૪ વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકળશે.પોથીયાત્રામાં ૨૧ થી વધુ ઘોડાઓ, અલગ અલગ પાલખીઓ, પોથી માટેની બગીઓ, બાળકો વેશભૂષા સાથે, ગામો ગામથી ધૂન મંડળો સજાવેલા ટ્રેક્ટરો સાથે અંદાજે ૫ હજારથી વધુ લોકો જોડાશે.આ કથા શરૂ થવાને બે દિવસ જ બાકી છે ત્યારે હાલમાં તડામાર તૈયારીઑ કરવામાં આવી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ કથા દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી ચાલશે.કથામાં વરસાદ આવે તો પણ લાખો લોકો બેસીને કથા સાંભળી શકે તેના માટે જર્મનનો વોટરપ્રુફ ડોમ રાખવામા આવેલ છે આ કથા દરમિયાન દરેક પ્રકારની વ્યવસ્થા માટે અંદાજે ૧૫૦ થી વધુ ગામના ૯ હજારથી વધુ સ્વંય સેવકોની ટીમ ખડેપગે રહેશે.અને ૧૫૦૦ થી વધુ ગાડીઓ અને ૪ હજારથી વધુ મોટરસાયકલ પાર્ક થઈ શકે તેવી પાંચ જગ્યાએ પાર્કિગ વ્યવસ્થા કરાઈ છે. અને દરરોજ કથા બાદ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીમાં નામાંકિત કલાકારોની સંતવાણી, લોકસાહિત્ય સહિતના કાર્યક્રમો યોજાશે તેમ રાજકોટના સાંસદ અને રામ કથાના મુખ્ય યજમાન  મોહનભાઇ કુંડારીયા, કબીર આશ્રમ-મોરબીના મહંત  શિવરામદાસ બાપુ તેમજ  રામકથા સમિતિના સભ્ય  અરવિંદભાઈ વાંસદડિયાએ માહિતી આપતા જણાવેલ છે અને લોકોને આ કથાનો લાભ લેવા પણ યાદીમાં જણાવેલ છે.






Latest News