મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

ચારિત્ર નિર્માણ જ તમામ સાંપ્રત સમસ્યાઓનો એક માત્ર ઉકેલ: આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ


SHARE











ચારિત્ર નિર્માણ જ તમામ સાંપ્રત સમસ્યાઓનો એક માત્ર ઉકેલ: આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંગઠન છે. ગત તા. 22 - 23 - 24 સપ્ટેમ્બર 2023ના રોજ આનંદાલય દ્વારા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાના સહયોગથી ચિંતન ફાર્મ ખાતે કાર્ય સાધકો માટે ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ હતી ત્યારે સમગ્ર કચ્છ - સૌરાષ્ટ્રમાંથી આવેલા આ ૨૩ સહભાગીઓ સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે, કોઈ જાતનાં પ્રમાણપત્રની અપેક્ષા વિના સ્વખર્ચે કાર્યશાળામાં સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી જોડાયા હતા અને સહભાગીઓમાં શિક્ષકો, અધ્યાપકો ઉપરાંત ગૃહિણી, માજી સરપંચ, બેંક  ઓફીસો, સામાજિકો અને અન્ય વ્યવસાયીકો પણ હતા. આ સહભાગીઓ સ્વસુધારણા, ચારિત્ર્ય નિર્માણ, સહસર્જન, કર્મયોગ, મોજીલો પરિવાર, કર્તવ્યબોધ, હું જ મારો સર્જનહાર, આત્મબોધ વગેરે વિષયોનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમજ આનંદાલયની ભાવિ પ્રકલ્પોની ચર્ચા કરી તેમ જ પોતે આ યજ્ઞમાં શું યોગદાન આપશે તેનું પણ આયોજન કર્યું હતું અને આવેલા સહભાગીઓએ વંદે માતરમ્, L.L.D.C. મ્યુઝિયમ, ખમીર અને લેરની મુલાકાત લીધી હતી, તથા યજમાન સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જોઈ અને ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઇ સોલંકી પાસેથી ટ્રસ્ટના પ્રકલ્પો વિશે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, અને ટ્રસ્ટની પ્રવૃત્તિ પર બનેલ ફિલ્મ "જાગ્યા ત્યારથી સવાર" નિહાળી. નિરાલીબેન ઝંખારિયાએ આ શિબિરના મુખ્ય સંયોજિકા તરીકે સેવાઓ આપી હતી આ શિબિરમાં આનંદાલયના સંયોજક અતુલભાઈ ઉનાગર ઉપસ્થિત રહ્યા હતા સ્વયં પ્રેરણાથી નિસ્વાર્થ ભાવે અને કોઈપણ અપેક્ષા વગર સ્વખર્ચે ઉપસ્થિત રહેલા સહભાગીઓએ શીખેલી બાબતોને આચરણમાં મૂકવાના દૃઢ સંકલ્પ સાથે શિબિર પૂર્ણ થઈ હતી.






Latest News