મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તમામ ગામોમાં ૧ ઓકટોબરે થશે મહાશ્રમદાનનું આયોજન


SHARE







મોરબી જિલ્લાના તમામ ગામોમાં ૧ ઓકટોબરે થશે મહાશ્રમદાનનું આયોજન

‘સ્વચ્છતા હી સેવા માસ’ની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશના બધા ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી અને ‘એક તારીખ, એક ક્લાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન થનાર છે.

જે અન્વયે મોરબી જિલ્લાના તમામ ગામોમાં ૧ ઓકટોબર ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, શાળા, વિવિઘ કચેરીના પ્રાંગણ અને તેના આજુબાજુના વિસ્તાર, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ઘાર્મિક સ્થળ વગેરે જેવા વિસ્તાર તેમજ સ્થળ પર મહાશ્રમદાન આયોજીત કરવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ‘'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’, 'ઝીરો વેસ્ટ' થીમ મુજબ મહાશ્રમદાનનું આયોજન થનાર છે. આ મહાશ્રમદાન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા અને ગ્રામ્ય પદાદિકારીઓ/અઘિકારીઓ, ગામના લોકો પણ ઉત્સાહભેર સહભાગી બનશે અને શ્રમદાન થકી જાતે શેરી, ચોક અગેરેમાં સાફ-સફાઈ હાથ ધરી ‘સ્વચ્છતા હી સેવા માસ’ની ઉજવણીને સાર્થક બનાવશે તેવું મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.

સંકલન સહ ફરિયાદની બેઠક મળશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની તા.૧૫/૯/૨૦૨૩ ની મોકુફ રખાયેલ બેઠક તા.૨૯/૯/૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News