મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ


SHARE







મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ

મોરબી નજીકના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઈબાબા ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે રહેતા નીતિનભાઈ મહેશભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૨૧)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા, હંસાબેન રવજીભાઈ વાઘેલા અને સપનાબેન મહિપતભાઈ વાઘેલા રહે. બધા ઇન્દિરાવાસ સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાની ઇકો કાર નંબર જીજે ૩૬ એલ ૪૯૬૮ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં મહિપત ઉર્ફે ભૂરો બાઇક લઈને સામે આવ્યો હતો અને તેણે કાર ઉભી રખાવીને ગાળો આપી હતી અને પોલીસને કેમ મારી બાતમી આપે છે તેમ કહી હવે જો મારી બાતમી આપીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને જતો રહ્યો હતો બાદમાં ફરિયાદીના દાદીમાં આરોપીના ઘરે ઠપકો આપવા જતા તેઓને માર મારતા ફરિયાદી અને તેનો ભાઈ રાહુલ પોતાની કાર લઈને જતાં હતા ત્યારે ફરિયાદી તથા ફરિયાદીના ભાઈને આરોપીઓએ લોખંડના પાઇપ અને હાથ વડે માર માર્યો હતો અને તેના દાદીને પણ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા (૩૦), હંસાબેન રવજીભાઈ વાઘેલા (૫૦) અને સપનાબેન મહિપતભાઈ વાઘેલા (૨૬) ર હે. બધા ઇન્દિરાવાસ સનાળા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો બ્રિજ પ્રવીણભાઈ કાલરીયા (૧૮) નામનો યુવાન પોતાની વાડીએથી પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં તે યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News