મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર ગામ નજીક બ્રેક ડાઉન થયેલા ટ્રકમાં પાછળથી અથડાયેલ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું મોત


SHARE











માળીયા (મી)ના હરિપર ગામ નજીક બ્રેક ડાઉન થયેલા ટ્રકમાં પાછળથી અથડાયેલ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું મોત

માળીયા મીયાણા થી કચ્છ તરફ જતા હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ નજીક બ્રેક ડાઉન થયેલા ટ્રકમાં પાછળથી આવી રહેલ ટ્રક ધડાકાભેર અથડાયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પાછળથી અથડાયેલા ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ગંભીર ઈજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજ્યા હતા જેથી કરીને હાલમાં ટ્રાન્સપોર્ટરે થયેલા ટ્રકના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક ટ્રક ડ્રાઇવરની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના ધાર જિલ્લાના તીરલા ગામના રહેવાસી મુકેશભાઈ તુલસીરામ શર્મા જાતે સુતાર (૫૨) એ હાલમાં એમપીના ધાર જિલ્લાના નાદાન ખેડ ચિલુર ના રહેવાસી મૃતક દિલીપભાઈ ગેંદાલાલ ભુરીયા (૨૭) સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક રસ્તા ઉપરથી દિલીપભાઈ ભુરીયા પોતાના હવાલા વાળો ટ્રક નંબર આર.જે. ૯ જી.ડી. ૬૪૬૩ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગમાં બ્રેક ડાઉન થઈને પડેલા ટ્રક કન્ટેનર નંબર જીજે ૩ બીવી ૯૯૯૮ ના ઠાઠામાં તેણે ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને ફરિયાદીને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યુ હતુ તેમજ ટ્રકના ક્લિનર નરવલસિંગ કૈલાશસિંગ નીનામા (૩૩) ને છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું પણ મોત નિપજ્યુ હતુ આમ અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલક અને ક્લીનરના મોત નીપજતા ટ્રાન્સપોર્ટર દ્વારા હાલમાં મૃતક ટ્રક ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટ શેરી-૧૬ માં રહેતા નિધીબેન દેવેન્દ્રભાઈ દોશી (૨૭) નામની મહિલા એકટીવા લઈને જઈ રહી હતી ત્યારે બાઈક સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા નિધીબેનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ સોમાણી નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહયા હતા ત્યારે ટ્રેલર સાથે ટ્રેલર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મહેશભાઈને હાથે પગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ચલાવી રહ્યા છે




Latest News