મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

અમદાવાદના અડવાળ ગામથી બાઇક લઈને વાંકાનેરના પાડધ્રા ગામે સાસરે આવી રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટ


SHARE











અમદાવાદના અડવાળ ગામથી બાઇક લઈને વાંકાનેરના પાડધ્રા ગામે સાસરે આવી રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટ

વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક ખ્વાજા પેટ્રોલ પંપની સામે રોડ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનો ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ યુવાનનું બાઈક તેમાં અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ અમદાવાદ જિલ્લાના અડવાળના રહેવાસી કિરણભાઈ પરસોતમભાઈ સારોલા જાતે કોળી (૨૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર જીજે ૩૬ વી ૪૪૨૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમદાવાદના અડવાળ ગામથી બાઇક નંબર જીજે ૩૮ એડી ૮૯૫૯ લઈને તેનો ભાઈ રણજીતભાઈ પરસોતમભાઈ સારોલા (૩૩) વાંકાનેરના પાડધ્રા ગામે સાસરે આવી રહ્યો હતો ત્યારે વાંકાનેર નજીકના મહીકા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે કોઈપણ જાતની આડશ રાખ્યા વગર તેનું વાહન રોડ સાઈડમાં પાર્ક કરીને મૂક્યું હતું અને તે ટ્રક ટ્રેલરમાં ફરિયાદીના ભાઈ બાઈક સહિત અથડાયા હતા જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી રણજીતભાઈ સારોલાનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતનમાં એક દીકરો અને એક દીકરી હતી તેમજ તેની પત્ની હાલમાં પ્રેગ્નેટ છે






Latest News