મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબીના  ખાખરાળા-જેપુર વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના  ખાખરાળા-જેપુર વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામની વચ્ચે પેટ્રોલ પંપ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લીધું હતું જેથી તે વાહનમાં બેઠેલા વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને વાહનના ડ્રાઇવરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં મૃતકના દીકરાએ ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મૂજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં બરવાળા ગામ પાસે એન.એસ. એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કારખાનામાં રહેતા અને કામ કરતા જ્યોતીન્દ્ર વિશ્વનાથ નાયક જાતે ખંડાયત (૩૨)એ ટ્રક ટેલર નંબર જીજે ૧૬ એડબલ્યુ ૯૮૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસેથી ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦) તેના વાહનમાં તેઓના અશોક લેલન કંપનીનું બડાદોસ્ત વાહન નંબર જીજે ૩૬ વી ૨૮૦૬ વાહનમાં ડ્રાઇવર સુખરાજ સાથે મોરબી થી બરવાળા તરફ જતાં હતા ત્યારે ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને બડા દોસ્ત વાહનને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો જે બનાવવામાં ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦)ને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતુ અને તેના ડ્રાઇવર સુખરાજને ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News