મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અપહરણના ગુનાનો આરોપી ચોટીલાથી પકડાયો


SHARE







વાંકાનેરના અપહરણના ગુનાનો આરોપી ચોટીલાથી પકડાયો


વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરાર ઈસમને એલસીબીની એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ચોટીલાના આણંદપુર રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીમાંથી ઝડપી પાડયો હતો.મોરબી જીલ્લામાં અપ્હતો તેમજ ગુમ થયેલ લોકોને શોધી કાઢવા માટે જીલ્લામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ કાર્યરત છે.તેના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાના અપહરણમાં સંડોવાયેલ આરોપી સરદાર ગુલો ભૂરીયા હાલ રહે.ચોટીલા આણંદપુર રોડ શિવધારા સોસાયટી વાળો શિવધારા સોસાયટી આણંદપુર રોડ ચોટીલા ખાતે હોય ત્યાંથી અપહરણના ગુનામાં આરોપી સરદાર ભુરીયાને રાઉન્ડ અપ કરીને આગળની તપાસ કાર્યવાહી અર્થે તેને વાંકાનેર સીટી પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ એન.એ. વસાવા, નંદલાલભાઈ વરમોરા, ફૂલીબેન તરાર, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા વિગેરેએ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખેર સામતાણીની વાડીએ રહેતા શાંતિલાલ હર્ષદભાઈ કણજારીયા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે શોભેશ્વર મંદિર ખાતે બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં પાડાપુલ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના ફાટસર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સુનીતાબેન વિશાલભાઈ ભીલ નામની ૧૨ વર્ષની સગીરા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જવાથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી હાલ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.






Latest News