મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ચાર રેડ: ૧૦ જુગારી પકડાયા


SHARE







વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ચાર રેડ: ૧૦ જુગારી પકડાયા

વાંકાનેર સિટી અને તાલુકા તેમજ ટંકારા અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૦ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર શહેરમાં સિટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે હુસેનભાઇ રાયબભાઈ કટિયા (૩૦), જુમાભાઇ સલેમાનભાઈ રફાઈ (૨૫) અને સલીમભાઈ દાઉદભાઈ વડગામા (૪૯) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૨૪૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના દલડી ગામે રેલવે સ્ટેશન સામે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની તાલુકા પોલીસની ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જયેશભાઈ રઘુભાઈ ચૌહાણ (૩૯) અને મહેબૂબભાઈ રસુલભાઈ ખોરજીયા (૪૨) રહે બંને દલડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭,૬૫૦ ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નસીત પર ગામે સ્મશાન તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાટમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ફારુકભાઈ ગુલામહુસેન મકરાણી (૩૨), રજાકભાઈ સલીમભાઈ મકરાણી (૨૨), અસલમભાઈ આમદભાઈ મકરાણી (૨૬) અને કાસમભાઈ આમદભાઈ મકરાણી (૩૧) રહે બધા જ  મકરાણીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૧,૭૦૦ ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રામજી મંદિર ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ખાખરેચી ગામે રહેતો મનોજ ઉર્ફે બકો પ્રભુભાઈ કૈલા જાતે પટેલ (૩૯) નામનો શખ્સ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૭૦ ની રોકડ કબજે કરી તેની સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News