મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧.૨૫ લાખની રોકડ સાથે ૧૮ જુગારી પકડાયા


SHARE







મોરબી તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧.૨૫ લાખની રોકડ સાથે ૧૮ જુગારી પકડાયા

મોરબી તાલુકા અને શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૮ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧,૨૫,૭૪૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં ઉમા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મેથાણીયાના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા મુકેશભાઈ હરજીભાઈ મેથાણીયા (૫૦), શૈલેષભાઈ ચંદુભાઈ સાણંદિયા (૩૩), મહેશભાઈ પોપટભાઈ ચંદ્રાલા (૪૨), શરદભાઈ જીવરાજભાઈ વડગાસિયા (૫૩), નીતિનભાઈ પરેશભાઈ પરેચા (૨૬), ભૂમિતભાઈ ઘનશ્યામભાઈ કાનેટીયા (૩૨), ચિરાગભાઈ બીપીનભાઈ સોખરીયા (૨૪)સવજીભાઈ મોહનભાઈ સરડવા (૪૪) અને રામદેવભાઈ નાનજીભાઈ ઘોરૂ (૨૯) રહે બધા ઉમા રેસીડેન્સી સોસાયટી પીપળી ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧,૦૫,૪૪૦ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ભડીયાદ ઢોરે ચામુંડા કિરાના નામની દુકાનની શેરીમાં લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રભુભાઈ લાભુભાઈ રૂદાતલા (૪૫)સંજયભાઈ કેશુભાઈ જીજવાડીયા (૨૯) પ્રવીણભાઈ મનુભાઈ ચાવડા (૩૩), નરેશભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ લાલુકિયા (૩૮) અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા (૩૬) રહે. ભડીયાદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬,૨૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં રહેતા મગનભાઈના મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ભરતભાઈ મગનભાઈ દેલવાણીયા (૫૦), શૈલેષભાઈ મગનભાઈ દેલવાણીયા (૪૦), ઠાકરશીભાઈ મગનભાઈ દેલવાણીયા (૩૫) અને રણછોડભાઈ મગનભાઈ દેલવાણીયા (૩૨) રહે બધા ભીમસરવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪૧૦૦ ની રોકડ કબજે કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News