મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ શરૂ


SHARE







મોરબીમાં પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ શરૂ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે કાલિકા પ્લોટ વિસ્તારમાં બાવા અહેમદશા મસ્જીદવાળી શેરીમાં વોચ ગોઠવી હતી અને ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા ઇસમને અટકાવી તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી એકની ધરપકડ કરીને તેની પાસેથી ખુલેલ નામ વાળા ઈસમની હવે શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જાડેજા તેમજ સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા, આર.પી.રાણા, ચકુભાઈ કરોત્રા, કિશોરભાઈ મિયાત્રા, હિતેશભાઈ ચાવડા વિગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે કાલિકા પ્લોટ વિસ્તારમાંથી નીકળતા બાવા અહેમદશાહ મસ્જિદ વાળી શેરીમાં પહોંચતા ત્યાં એક શખ્સ જાહેરમાં શંકાસ્પદ હાલતમાં કાળા કલરના થૈલા સાથે ઉભેલો જોવા મળ્યો હતો.જેથી તેને અટકાવી તેને ચેક કરવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલા થેલામાંથી પોલીસને વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી રૂપિયા ૧૫૦૦ ની કિંમતના દારૂ સાથે હાલ સ્થળ ઉપરથી પોલીસે સમીર રફીકભાઈ પલેજા જાતે સંધિ (ઉમર ૨૩) રહે.મોરબી કાલિકા પ્લોટ શેરી નંબર-૬ બાવા અહેમદશા મસ્જિદ વાળી પાસે ને રાઉન્ડ-અપ કર્યો હતો અને તેની આગવીઢબે પુછપરછ કરાતા તેણે દારૂની બોટલો યુવરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.મોરબી પરસોતમ ચોક પાસેથી લીધી હોવાની કેફિયત આપતા હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે બંને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાયો હતો અને હવે પોલીસ દ્વારા યુવરાજસિંહ ઝાલાને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શાંતાબેન જયંતીભાઈ ઝીંઝુવાડીયા નામની ૪૮ વર્ષીય મહિલા મોરબીની વેદાંત હોસ્પિટલ ખાતે કામ સબબ ગયા હતા અને ત્યાંથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈકના ચાલકે તેઓને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ચરાડવા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બળવંતભાઈ અંબારામભાઈ હડિયલઉમર ૪૦) અને મંજુલાબેન જસમતભાઈ હડિયલ (ઉમર ૩૫) ને ઇજાઓ થતા બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના મહેન્દ્રનગર ગામે જનકપુરી વિસ્તારમાં થયો હતો જ્યાં ઘર નજીક થયેલ મારામારીના બનવામાં ઇજા પામેલ અશોકભાઈ દિનેશકુમાર નામના ૨૭ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News