મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના હોદા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઈ


SHARE







મોરબી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના હોદા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે તમામ સ્થાનિક સ્વરાજની  સંસ્થાઓમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખની સીટના રોટેશન જાહેર કરી દેવામાં આવ્યા છે અને મોરબી જિલ્લા પંચાયત માટે અનુ. જાતિ અનામત હોવાથી ભાજપમાંથી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી અને કમળાબેન ચાવડા પ્રમુખની રેસમાં છે તે ઉપરાંત ઉપપ્રમુખ, કારોબારી ચેમમેન, જુદીજુદી સમિતિઓના ચેરમેન, દંડકની પસંદગી કરવામાં આવશે જેથી કરીને સેન્સ લેવા માટે મોરબી જીલ્લામાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરાને જવાબદારી સોપવામાં આવેલ છે તેની સાથે ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા પણ આવેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ માટેની સેન્સ લેવામાં આવી છે ત્યારે જિલ્લાના ધારાસભ્યો, પાંચેય તાલુકાના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ત્યાં હાજર રહ્યા હતા આ સાયન્સ પ્રક્રિયાનું આયોજન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા જેઠાભાઇ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું






Latest News