મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના મકતાનપર પાસે પાણીના ખાડામાંથી દારૂની બોટલો મળી, બુટલેગરની શોધખોળ


SHARE









વાંકાનેરના મકતાનપર પાસે પાણીના ખાડામાંથી દારૂની બોટલો મળી, બુટલેગરની શોધખોળ

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની પાછળ વરડુસર ગામ તરફ જવાના રસ્તા ઉપર ભરેલ પાણીના ખાડામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં વરડુંસર ગામ તરફ જવાના રસ્તે કાચા રસ્તા પાસે પાણીનો ખાડો ભરેલ છે અને તે પાણીના ખાડામાં દારૂની બોટલો છુપાવી રાખવામાં આવી હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે પાણીના ખાડામાંથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો ઘનશ્યામભાઈ પ્રેમજીભાઈ રાણેવાડિયા રહે. મકતાનપર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા ખાતે રહેતા અબ્દુલભાઈ અલીભાઈ કાજડીયા (૪૫) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેથી રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રીક્ષા આડે અચાનક ગાય ઉતરતા ગાય સાથે રીક્ષા અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં અબ્દુલભાઈ કાજડીયાને ઇજાઓ થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News