મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા-વીસીપરામાં જુગારની બે રેડ: આઠ મહિલા સહિત ૧૧ જુગારી પકડાયા


SHARE











મોરબીના મહેન્દ્રપરા-વીસીપરામાં જુગારની બે રેડ: આઠ મહિલા સહિત ૧૧ જુગારી પકડાયા

મોરબીના મહેન્દ્રપરા અને વીસીપરામાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે આઠ મહિલા સહિત કુલ ૧૧ જુગારી પકડાયેલ છે જેથી કરીને પોલીસે ૭૪૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૨-૧૩ ની વચ્ચે જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મોરબી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાયલબેન સુરેશભાઈ રાઠોડ (૩૫), દક્ષાબેન લાલજીભાઈ નકુમ (૩૫), રજીયાબેન રફિકભાઈ ઉમરેઠીયા (૪૨), ઉમાબેન નરોતમભાઈ સાલવાણી (૫૦),  શકીનાબેન રહીમભાઈ રાઉમા (૩૫), કંચનબેન નટુભાઈ પંચાસરા (૬૦), સરોજબેન કિશોરભાઈ પંચાસરા (૪૦) અને ઝરીનાબેન જાનમહંમદ સંધવાણી (૪૫) રહે. બધા મહેન્દ્રપરા અને ભારતપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૫૬૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલના ગેટ પાસે જાહેરમાં જુગારની બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે અબ્દુલશા અલારખાશા રફાઇ (૫૨), સિરાજશા અબ્દુલશા રફાઈ (૨૫) અને ઈબ્રાહીમશા ઓસમાણશા રફાઈ (૭૦) રહે બધા રમેશ કોટન મિલના ગેઇટ પાસે વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૯૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા તેજલબેન વિશાલભાઈ ગણેશિયા (૨૦) નામની યુવતી બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણે અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર કરી રહ્યા છે






Latest News