વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ


SHARE











મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ

મોરબીના વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા વેપારીના વંડામાંથી ઘાસના ૬૮ કટ્ટાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને વેપારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ૨.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં અનવરભાઈની ચક્કીની બાજુમાં રહેતા મુજીબખાન નજરમહમદખાવ પઠાણ (ઉમર ૫૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ હૈદરભાઈ જેડા રહે.વીસીપરા મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની મદીના સોસાયટીમાં આવેલ તેઓના વંડામાં રાખેલ સાવરણી બનાવવા માટેના ઘાસના ૬૮ કટ્ટા જેની કિંમત ૨.૨૦ લાખના મુદામાલની ચોરી કરેલ છે.જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી નિજામભાઈ હૈદરભાઈ જેડા જાતે મિંયાણા (ઉમર ૩૦) રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી અને પુનભાઇ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉમર ૫૦) રહે.શાંતિવન સોસાયટી વીસીપરા મોરબી વાળાઓની હેડ કોન્સટેબલ એચ.એમ.મકવાણાએ ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે અચાનક તબિયત લથડી જતા અરવિંદ હરજીભાઈ કોળી (ઉમર ૨૨) રહે.કચ્છ વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સિવિલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા પહોંચીને આ બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે કેનાલ નજીક બાઇક સ્લીપ ખાઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગીરીરાજસિંહ ઇન્દ્રજીતસિંહ રાઠોડ (ઉમર ૪૦) રહે.અરૂણોદયનગર ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જયાંથી બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.





Latest News