ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE







વાંકાનેર નજીક આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસે આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને એકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા આઇસરના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાન સામે ધર્મચોક પાસે રહેતા અને લુહારી કામ કરતા રાજેશભાઈ પ્રભુભાઈ પઢિયાર જાતે લુહાર (ઉમર ૪૭) એ આઇસર નંબર જીજે ૩ બીવાય ૧૭૪૩ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર નર્સરી ચોકડી પાસેથી ફરિયાદીનો દીકરો દિપક (ઉમર ૨૪) અને સાહેદ દશરથ (ઉમર ૨૨) બાઈક નંબર જીજે ૩ ઇએન ૨૯૩૪ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના આઇસરના ચાલકે રોંગ સાઈડમાં તેનું વાહન ચલાવીને ફરિયાદીનો દીકરો જે બાઈકમાં જઈ રહ્યો હતો તે ડબલ સવારી બાઇકને હડફેટે લીધૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો.તેમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે તથા ડાબા પગે ઇજા થયેલ હોવાથી ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને દશરથને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે વાંકાનેર પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને તેના ડ્રાઇવરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં બે યુવાનોને ઇજા
મોરબીના માળીયા હાઇવે ઉપર ભરતનગર અને લક્ષ્મીનગર ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે લોકોને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા હાઇવે ઉપરના ભરતનગર અને લક્ષ્મીનગર ગામ પાસેથી ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા રામજીભાઈ સુખાભાઈ વાઘેલા રહે.પંચાસર તા.મોરબી અને અજય ગંગારામભાઈને વાહન અકસ્માતમાં ઇજા થતા પ્રથમ વાંકાનેર હોસ્પિટલ ખાતે અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની હોસ્પિટલ મારફતે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ પહોંચીને તપાસ કરતા સામે આવ્યુ હતુ કે તેઓ બાઈક લઈને જતા હતા.ત્યારે આગળ જતા ટ્રકના ચાલકે અચાનક ટ્રકની બ્રેક મારતા તેઓનું બાઈક આગળ જતા ટ્રકની પાછળ અથડાયું હતું આ બનાવની અંદર રામજીભાઈ વાઘેલા અને અજય ગંગારામને ઇજાઓ થતા બંનેને સારવાર માટે ખસેડાયા છે.





Latest News