મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક કેનાલ કાંઠે આવેલ પેપરમીલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ સળગાવી પ્રદૂષણ ફેલાવાતા ગ્રામજનો દ્રારા જીપીસીબીમાં ફરીયાદ


SHARE











મોરબીના ઘુંટુ નજીક કેનાલ કાંઠે આવેલ પેપરમીલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ સળગાવી પ્રદૂષણ ફેલાવાતા ગ્રામજનો દ્રારા જીપીસીબીમાં ફરીયાદ

ગામના યુવાનોએ બોઈલરમાં ગેરકાયદે પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાનો પર્દાફાશ કર્યો..! :વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો બીજા જ દિવસે ગાંધીનગર પહોંચ્યા

મોરબીના હળવદ રોડ આવેલ ઘૂંટુ ગામમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી રાત્રીના સમયે પ્લાસ્ટીક બળવાની એકદમ તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.આ બાબતે ગામના જાગૃત લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબી કચેરીના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી અંતે ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાં તપાસ કરતા અહીં જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરીને પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.( શું આ બધું જીપીસીબીના ધ્યાનમાં નહીં હોય..?

મોરબીના ઘુંટુ ગામ નજીક કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાંથી પ્લાસ્ટીક બળવાની તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે રાત્રીના સમયે વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ આ પેપરમીલે જઇને ત્યાં તપાસ કરતા રોલ્ટાસ પેપરમિલ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીક વેસ્ટ બોઈલરમાં સળગાવવામાં આવતો હતો જેના કારણે ચીમનીમાંથી એકદમ ઘટ્ટ ધુમાડો પણ નીકળતો હતો. આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો અને ફોટો યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા ત્યારબાદ જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો..!

આ અંગે સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાથી વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ બીજા જ દિવસે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન આર.બી.બારડ અને સભ્ય સચિવ ડી.એમ.ઠાકરને રૂબરૂ મળીને ફોટો-વિડિયો અને તમામ લીટરેચર આ બંને અધિકારીઓને સોંપીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ચેરમેન બારડે આ પેપરમીલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી આ અંગે સંતોષકારક કાર્યવાહી થશે તેવી ગામના યુવાનોમાં આશા સેવાઈ રહી છે.જોકે સ્થાનિક લેવલે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે..?






Latest News