ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાનું ગૌરવ, બે શિક્ષકોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


SHARE







મોરબી : ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાનું ગૌરવ, બે શિક્ષકોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક" તરીકે બિરદાવવામાં આવેલ છે જેમાં મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળામાં છેલ્લા છ વર્ષથી બાળકોના શિક્ષણની સાથે  વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરાવી બાળકોના વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપેલ છે.તેવા દેત્રોજા ભારતીબેન પંચાણભાઇને જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે મોરબી વિસ્તારના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળેલ છે.

તેમજ મોટા દહીંસરા તાલુકા શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી તાલુકા શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સાથે સાથે બાળકોના શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેમજ વિવિધ સહભ્યાસીક પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી હાલમાં શ્રી સજનપર પ્રા.શાળામા ફરજ બજાવતા આદેસણા રેખાબેન કુમનદાસને માળિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.આ બંને શ્રી સજનપર પ્રા. શાળાના શિક્ષિકા બહેનોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થવા બદલ સમગ્ર શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પુજારા દ્રારા બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News