મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત

વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા યુવાનને જુદી જુદી બે એજન્સીઓ હતી અને તેમાં ધંધામાં ખોટ ગયેલ હોવાથી આર્થિક સંકળામણના કારણે તેણે મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મૃતકના મિત્ર દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલા વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ધીરજલાલ મણિયાર જાતે મોઢ વણિક (૪૮)એ રાતીદેવડી પાસેથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે બનાવની મનીષભાઈ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય જાતે બ્રાહ્મણ (૪૪) રહે. પ્રેડક સોસાયટી વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી મળે મૃતક યુવાનને થમ્સઅપ હિન્દુસ્તાન કોકાકોલાની એજન્સી અને અમુલની એજન્સી હતી જો કે, તેને ધંધામાં ખોટ ગઈ હોવાથી આર્થિક સંકળામણથી પોતે પોતાની જિંદગીથી કંટાળી ગયેલ હોય તેણે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતથી નુકશાન

મોરબી માળિયા નેશનલ હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મિલન પાર્કમાં રહેતો સાવનભાઈ દિનેશભાઈ સખપરા જાતે પ્રજાપતિ (૨૫) નામનો યુવાન પોતાની સ્કોડા કંપનીની કાર નંબર જીજે ૩૬ એજે ૭૪૫૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલર નંબર જીજે ૧૨ એયું ૭૩૮૨ ના ચાલકે પોતાના વાહનનું એકદમ કાઉ મારતા યુવાનની કારને હડફેટે લીધી હતી અને ખાલી સાઇડના દરવાજા તથા બોનેટમાં નુકસાન કર્યું હતું જેથી કરીને યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News