મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે સાસરિયાનો ત્રાસ


SHARE











હળવદના ભલગામડામાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે સાસરિયાનો ત્રાસ

હળવદ તાલુકાના ભલગામડામાં હાલ માવતરે રહેતી પરણીતાએ તેના પતિ, સાસુ, સસરા અને નણંદની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘર કામ બાબતે અને કરિયાવર ઓછો લાવી હોવા બાબતે મારતા હતા અને ગાળો આપતા હતા જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજગઢના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ભલગામડા ખાતે માવતર રહેતા ગીતાબેન રાજેશભાઈ હલાણી જાતે કોળી (૩૦) એ તેના પતિ રાજેશભાઈ પ્રહલાદભાઈ હલાણી, સસરા પ્રહલાદભાઈ લાભુભાઈ હલાણી, સાસુ અનસોયાબેન પ્રહલાદભાઈ હલાણી અને નણંદ સંગીતાબેન પ્રહલાદભાઈ હલાણી રહે. બધા રાજગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે તથા કરિયાવર ઓછો લાવી છે તે બાબતે મારકૂટ કરતાં હતા અને ગાળો આપીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ કેસની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લખધિરકા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળીયા મીયાણાના માતમ ચોક પાસે ખંઢેર મકાન આવેલ છે જ્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે યાસીન હુસેનભાઇ મોવર જાતે મિયાણા (૪૦) રહે. મોવર શેરી માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી

દારૂની બોટલ

મોરબીના સિપાઈવાસમાં રિદ્ધિ સિદ્ધિ દુકાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની સીલ તૂટેલી એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને સમીરભાઈ મયુદ્દીનભાઈ સૈયદ (૨૩) રહે. લખધીરવાસ રિદ્ધિ સિદ્ધિ દુકાન ઉપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News