મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે સ્થળેથી દારૂની ૬ બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં જુદાજુદા બે સ્થળેથી દારૂની ૬ બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે અને ન્યુ રેલવે કોલોની પાસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે દારૂની કુલ મળીને છ બોટલ સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ૬૦૦૦ ની કિંમતની દારૂની બોટલોને કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં મણીમંદિર નજીક આવેલ ખાખરેચી દરવાજા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ફારુકભાઈ તૈયબભાઈ ચાનિયા જાતે સંધિ મુસ્લિમ (૩૮) રહે. વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની મોંઘીદાટ બોટલ તે કોની પાસેથી લાવ્યો હતો ? અને કોને આપવા જઈ રહ્યો હતો ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોની પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા જાતે ભરવાડ (૨૬) રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા નવઘણભાઈ આયદાનભાઈ સવસેટા જાતે બોરીચા (૨૯)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે ૨૭ જીસી ૩૫૮૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટંકારા જામનગર રોડ ઉપર આવેલ બંગાવડી ગામના પાટીયા પાસેથી તેના ભાઈ મહેશભાઈ આયદાનભાઈ સવસેટા કાર નંબર જીજે ૩૬ આર ૪૩૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની કારને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મહેશભાઈને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News