મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ઓમ શાંતિ સ્કૂલ પાસે યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ


SHARE







મોરબીના શનાળા રોડે ઓમ શાંતિ સ્કૂલ પાસે યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર સરદાર બાગની સામેના ભાગમાં શાકભાજી વેચવા માટેનો થળો લગાવવા યુવાને પૂછ્યું હતું ત્યારે તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને જમણા પગના સાથળના ભાગે છરીનો ઘા મારી ઇજા કરવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બે શખ્સોએ તેને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીર નગરમાં રહેતા રઘુભાઈ હીરાભાઈ નકુમ જાતે સતવારા (૪૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઇ પાયક રહે. પંચાસર રોડ મસ્જિદ પાસે મોરબી, અકરમભાઈ અને સિકંદર ઉર્ફે સીકલો રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદાર બાગની સામેના ભાગમાં ઓમ શાંતિ સ્કૂલ પાસે ગ્રાઉન્ડમાં શાક વેચવા માટે થળો લગાવવાનું તેણે લાલો ઉર્ફે જુનેજને પૂછ્યું હતું ત્યારે તેણે તેની સાથે મારામારી કરી હતી અને તેની પાસે રહેલ શાકભાજી કાપવાની છરી વડે તેના ઉપર હુમલો કરી સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો તેમજ અકરમ અને સિકંદરે પણ તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News