મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં બેફિકરાઈથી ટ્રેક્ટર રિવર્સમાં લેતા હડફેટે ચડી ગયેલા ચાર વર્ષના બાળકનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં બેફિકરાઈથી ટ્રેક્ટર રિવર્સમાં લેતા હડફેટે ચડી ગયેલા ચાર વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં ટ્રેક્ટરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને માસુમ બાળકને હડફેટે લેતા તેને પેટ અને જમણા પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તે બાળકનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના સગવાલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કોલોનીમાં રહેતા વિનોદભાઈ કાલુસિંહ વાનિયા જાતે અનુ.જનજાતિ (ઉમર ૨૪) એ ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એસી ૪૨૦૮ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, કારખાનાના સ્પ્રેડાયર વિભાગ પાસે ટ્રેક્ટરના ચાલકે કોલસો ભરેલ ટ્રેક્ટર પાછળ જોયા વિના એકદમ રિવર્સમાં લીધું હતું ત્યારે ફરિયાદીના ચાર વર્ષના દીકરા ક્રિષ્નાને હડફેટે લીધો હતો અને તેને પેટના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઈજા કરી હતી જેથી તે બાળકનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન મૂકીને ત્યાંથી નાસી ગયો હતો હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

યુવતી સારવારમાં
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી મનાલીબેન અરવિંદભાઈ દેત્રોજા (ઉંમર વર્ષ ૧૮) નામની યુવતી સ્કુલેથી ઘરે આવીને જમીને પોતાનું હોમવર્ક કરતી હતી દરમિયાનમાં બપોરના ત્રણેક વાગ્યે તે પોતાના ઘરે દવાની બોટલમાંથી કોઇ દવા પી ગઈ હતી અને દવા પી જતા તેણીને ઉલ્ટીઓ થવા લાગી હતી માટે તે યુવતીને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં તે સગીરાને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લીલાપર રોડ ઉપર રહેતા કનુબેન દીપકભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક નામની ૪૫ વર્ષીય મહિલાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેણીને સારવાર આપ્યા બાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે અને આ બનાવના કારણ અંગે આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે.






Latest News