મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં હાલમાં માવતરે રહેતી પરણીતાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે શારીરિક માનસિક ત્રાસ દેતા હોવાની ફરિયાદ કરી છે તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને મેણાં ટોણાં મારી મારકુટ કરતા હોવાનું મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યુ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને પતિ સહિતનાઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટીના રહેવાસી અને હાલમાં વાંકાનેર શહેરના મિલ પ્લોટ શેરી નં-૨ માં માવતરના ઘરે રહેતા પારૂલબેન સંજયભાઈ સોલંકી (ઉમર ૩૯) એ હાલમાં તેમના પતિ સંજયભાઈ ભીખાભાઈ સોલંકી, સસરા ભીખાભાઈ ગોવિંદભાઈ સોલંકી, સાસુ શાંતુબેન ભીખાભાઈ સોલંકી, દિયર અનિલભાઈ ભીખાભાઈ સોલંકી અને નણંદ લતાબેન ભીખાભાઈ સોલંકી રહે.બધા જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, તેને નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કરિયાવર ઓછો લાવી છો તેવું કહી મેણાં ટોણાં મારીને મારકૂટ પણ કરવામાં આવતી હતી તથા તેના પતિને ખોટી ચડામણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલાના પતિ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો હર્ષિત ચેતનભાઇ પરમાર (ઉંમર વર્ષ ૧૨) નામનો સગીરવયનો બાળક પોતાના ઘરેથી ટ્યુશનમાં સાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં સાયકલ સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં હર્ષિતને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.જયાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.
 
મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામની પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા ચાંદનીબેન જીગ્નેશભાઈ ગણાત્રા નામની ૩૨ વર્ષની લોહીણા મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટાઉનશીપ વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી તકરાર બાદ મોટાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તે બનાવમાં ચાંદનીબેનને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.



Latest News