મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા


SHARE







કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી માન. અશ્વિની વૈષ્ણવની સાથે ચોમાસું સત્ર દરમ્યાન કચ્છના જાગૃત અને લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુલાકાત કરી કચ્છ મોરબી વિસ્તારમાં રેલ સુવિધા અને નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા રજૂઆતો કરી હતી.


સાંસદએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ તળે દરેક ક્ષેત્રે માળખાગત વિકાસ, ટેકનોલોજીકલ નવીનીકરણ થઈ રહ્યું છે. તેમના નેતૃત્વ માં રેલ્વે ક્ષેત્રે પણ ઘણા સુધારા - નવી રેલ્વે, આધુનીક રેલ્વે સ્ટેશનો, દેશના દરેક ક્ષેત્રને જોડતી રેલ્વે સેવા છે.ત્યારે કચ્છ ભુજથી ઊપડતી ભુજ-સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુંધી લંબાવવા, મોરબીથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા, ભુજથી થાણા (મુંબઈ) વચ્ચે નવી રેલ સેવા, ભુજ-ગાંધીધામથી ઊપડતી ગાડીઓને માળીયા સ્ટોપેજ, બિહાર ઉતર પ્રદેશને જોડતી ગાંધીધામ-ભાગલપુર ટ્રેન નંબર 09451 ને કન્ટીન્યુ કરવા કચ્છથી ઉતરપ્રદેશને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા, મોરબી-અમદાવાદ, મોરબી-રાજકોટ ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆતો કરી હતી.ધંધા-રોજગાર અર્થે કચ્છમાં સ્થાઈ થયેલા લાખો પરિવારોને, ધર્મ સ્થળોએ યાત્રાએ જતાં પરિવારોને સવલત મળશે, રજુઆતની નોંધ લઈ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.રજુઆત કરતાં સાંસદ સાથે ઉતર ભારતીય ડેલિગેશન પણ જોડાયું હતું.






Latest News