વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનના રેલ્વે ટ્રેક ઉપર સૂઈ જઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા આગળની તજવીક શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાંથી રેલ્વે ટ્રેક ઉપરથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બપોરના પોણા ચારેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા ૪૦ વર્ષના યુવાને રેલવે ટ્રેક ઉપર સૂઈ જઈને રેલ્વે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મનદીપસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રહે. પ્રતાપ ચોક વાંકાનેર વાળા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના ઓળ ગામે રહેતો અનિલભાઈ ભનુભાઈ કેરવાડીયા (૨૫) નામનો યુવાન ઓળ ગામે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બેટરીમાં નાખવાનું પ્રવાહી પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News