મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે એક શખ્સ પકડાયો: બેની શોધખોળ


SHARE











હળવદમાં ઘરમાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે એક શખ્સ પકડાયો: બેની શોધખોળ

હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો રામદેવપીરના મંદિર સામેની ગલીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૧૨૦ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને વધુ બે શખ્સોના નામ સામે આવ્યા હોય પોલીસે તેના સામે પણ ગુનો નોધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો રામદેવપીરના મંદિરની સામેની ગલીમાં રહેતા ચિરાગ સુરેશભાઈ બાબરીયા નામના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૫,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ત્યાંથી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા જાતે કોળી (૨૪) રહે. ધ્રાંગધ્રા દરવાજાની અંદર રવેચી માતાના મઢ પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કિશન ઉર્ફે કાળુ પ્રવીણભાઈ બાબરીયા રહે. ધ્રાંગધ્રા દરવાજા પાસે હળવદ તેમજ ઘર ધણી ચિરાગ સુરેશભાઈ બાબરીયાના નામ સામે આવ્યા હોય પોલીસે તે બંને શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકમાંથી નીચે પડ્યા
મોરબીમાં આવેલ મેઘાણીની વાડીમાં રહેતા મંજુલાબેન જલાભાઈ ડાભી (૫૯) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના કેનાલ રોડ ઉપર સુભાષનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં સુભાષનગર નજીક બાઇક ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી તે મહિલાને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News