મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસીકગઢ જવાના રસ્તા પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલ યુવાન આગળ જતા વાહનના ઠાંઠામાં અથડાયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે વાંકાનેર ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનોનું મોત નીપજયું  છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં જુના ચંદ્રપુર રોડ ઉપર રહેતા ભરતભાઈ ઉર્ફે સચિન નાનજીભાઈ ઝીંઝવાડીયા (૨૫) નામનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસિકગઢ તરફ જવાના રસ્તા પાસેથી પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએ ૬૧૬૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જતા વાહનના ઠાઠાના ભાગમાં તે અથડાયો હતો જેથી કરીને યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી માટે ઇજાગ્રસ્તને પ્રથમ વાંકાનેરમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જો કે,  સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ નાનજીભાઈ ઝીંઝવાડીયા (૪૨) રહે. જીનપરા જુના ચંદ્રપુર રોડ વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦)  ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને યુવાનોને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે






Latest News