મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ કુહાડી ઝીકતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબી જીલ્લામાં પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ કુહાડી ઝીકતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી જીલ્લામાં પતિ બીજી મહિલા સાથે વાત કરે છે તેવી શંકા રાખીને તેની જ પત્નીએ તેના ઉપર કુહાડી વડે જીવ લેણ હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને મૃતક યુવાનના પિતાએ તેની પુત્રવધૂ સામે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશને જે ફરિયાદ નોંધાવી હતી તેમાં હવે હત્યાનો કલમનો ઉમેરો કરાશે અને પોલીસે આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦) એ તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર રહે. હાલ શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટર વાળી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૦૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં તેનો દીકરો અને તેની પુત્રવધુ અંદર હતા દરમિયાન ફરિયાદીનો દીકરો અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે તેવી શંકા કરીને ફરિયાદીની પુત્રવધુએ ફરિયાદીના દીકરા અર્જુન ઉપર કુહાડી વડે મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેથી ગંભીર ઇજા થઇ હોવાથી અર્જુનને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે અને હાલમાં પોલીસે ફરિયાદીની પુત્રવધુને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News