મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતો યુવાન ખાતર લેવા માટે વાંકાનેર આવ્યો હતો અને ત્યાંથી ડબલ સવારી બાઇકમાં તે પરત ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કેરાજકોટ સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતા વિક્રમભાઈ સવજીભાઈ રાણીવાડીયા (૩૦) અને આણંદપર ગામે રહેતા સુરેશભાઈ કરમશીભાઈ કેરવાડીયા (૩૩) મકતનપર ગામેથી ખાતર લેવા માટે બાઈક નંબર જીજે ૩૬ એ ૯૪૬૭ લઈને વાંકાનેર બાજુ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિક્રમભાઈ અને સુરેશભાઈને ઇજાઓ થયા હોવાથી ઇજાગ્રસ્તમાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન વિક્રમભાઈ રાણીવાડીયાનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા સવજીભાઇ ભગવાનભાઇ રાણેવાડીયા જાતે.કોળી (૫૦)એ ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News