મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ભારે વિકાસ : મોરબીના લાલપર ગામ પાસે બાઇક રોડ ઉપરના ખાડામાં પડતા યુવાન સારવારમાં


SHARE







ભારે વિકાસ : મોરબીના લાલપર ગામ પાસે બાઇક રોડ ઉપરના ખાડામાં પડતા યુવાન સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસેથી બાઈક લઈને જતા યુવાનનું બાઈક રોડ ઉપરના ખાડામાં પડ્યું હતું.જેના લીધે યુવાન બાઇક સહિત નીચે પડી જતા તેને ઇજાઓ પહોંચી હતી.જેના પગલે તેને સારવાર માટે દવાખાને લઈ જવા આવ્યો હતો

મોરબીના ગ્રીનચોક વિસ્તારની લુહાર શેરીમાં આવેલ ગરબી ચોક પાસે રહેતા નીરવગર નાગરભાઈ ગોસાઈ નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ ચલાવી હતી.જેમા સામે આવ્યુ હતુ કે નીરવગર ગોસાઈ બાઈક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો.ત્યારે ત્યાં લાલપર ગામ પાસેના ઓમકાર પેટ્રોલ પંપના સામેના ભાગે બાઈક રોડ ઉપરના ખાડામાં પડી જતા તે બાઈક સહિત નીચે પડી ગયો હતો.જેથી નીરવગર ગોસાઇને ઇજા થઈ હતી.અત્રે નોંધનીય છે કે મોરબીના મુખ્ય માર્ગો અને હાઈવેની સાથે સાથે સર્વિસ રોડ ભાંગીને ભુક્કો છે જ્યાં જુવો ત્યાં તંત્ર દ્વારા કરાયેલા કામમાં ગાબડા જોવા મળે છે અને રોડ ઉપર ખાડાઓના પગલે આવા બનાવો અવારનવાર બને છે તે નરી વાસ્તવીકતા છે અને તે બાબતે સોશ્યલ મીડીયામાં લોકો તંત્ર પ્રત્યે રોષ નહીં ફિટકાર વર્ષાવી રહ્યા છે તે હકીકત છે.

એસીડ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ રાજાભાઈ પરમાર નામના ૨૯ વર્ષના યુવાને તેના ઘરે એસિડ પી લીધું હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.બનાવને પગલે તપાસ હાથ ધરાતા ધંધો બરોબર ચાલતો ન હોય આર્થિક કારણોસર ઉપરોક્ત પગલું ભરી લીધુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અમિત રામજીભાઈ ભાડેજા નામના ૩૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ઝેરી અસર થઈ હતી જેથી તેને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ ત્યાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમારએ તપાસ કરી હતી.તેમાં ભોગ બનેલ અમિત ભાડજાએ પોલીસને આપેલા નિવેદનમાં પોતે ભૂલથી દવા પી ગયો હોવાનું જણાવ્યું હતું..!

 






Latest News