મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નદીએ મહિલાઓ કપડાં ધોતી હોય તે બાજુ જવાની ના કહેતા એક શખ્સે મહિલાને પાઇપ વડે માર માર્યો


SHARE









વાંકાનેરમાં નદીએ મહિલાઓ કપડાં ધોતી હોય તે બાજુ જવાની ના કહેતા એક શખ્સે મહિલાને પાઇપ વડે માર માર્યો

વાંકાનેર નજીક મચ્છુ નદી પાસે મહિલાઑ કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે આરોપી તેનું બાઈક લઈને ત્યાં જતો હોય તેને ત્યાં જવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેને મહિલાને પાઇપ વડે માર માર્યો હતો તથા આરોપીની પત્ની, માતા અને અજાણ્યા શખ્સે ત્યાં આવીને ફરિયાદી મહિલાને ગાળો આપી હતી અને વાળ પકડીને વીખોરીયા ભરીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રાજગોર સમાજની વાડી સામે ભાટિયા સોસાયટીમાં રહેતા જસ્મીનબેન શક્તિભાઈ ઝાલાવાડીયા જાતે પટેલ (૩૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હસનભાઈ, હસનભાઈના પત્ની, હસનભાઈના માતા અને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ અને અન્ય મહિલા નદીમાં કપડાં ધોવા માટે મચ્છુ નદીએ ગયા હતા ત્યારે આરોપી હસનભાઈ તેનું બાઈક લઈને નદીમાં જતા હોય તેને ત્યાં જવાની ફરિયાદીએ ના પાડી હતી જે તેને સારું નથી લાગતા તેને ગાળો આપીને લોખંડના પાઈપ વડે મહિલાને માર માર્યો હતો ત્યારબાદ હસનભાઈના પત્ની, તેની માતા અને એક અજાણ્યા શખ્સે ત્યાં આવીને ફરિયાદી મહિલાને ગાળો આપી હતી અને વાળ પકડીને વિખોરીયા ભરીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News