મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે તું જમવાનું સારું બનાવતી નથી તેવું કહીને પત્નીને મારી નાખવાની ધમકી !


SHARE







મોરબીના રાજપર ગામે તું જમવાનું સારું બનાવતી નથી તેવું કહીને પત્નીને મારી નાખવાની ધમકી !

મોરબી તાલુકાના રાજપર ગામે પરણીતાને તું જમવાનું સારું બનાવતી નથી તેવું કહીને તેના પતિએ ઝઘડો કર્યો હતો ત્યારબાદ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં રાજપર રોડ ઉપર આવેલ મારુતિ નંદન સોસાયટી ખાતે માવતરના ઘરે રહેતા મૂળ રાજપરના રહેવાસી જ્યોતિબેન પીન્ટુભાઈ ઉર્ફે બકો મારવાણીયા (૨૯)એ હાલમાં તેના પતિ પીન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયા રહે. રાજપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગત તા. ૧૮/૭/૨૦૨૩ ના રોજ રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે હતા ત્યારે તું જમવાનું સારું બનાવતી નથી તેવું કહીને તેના પતિએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં તેના પતિ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એન.જે. ખડીયા તપાસ ચલાવી રહ્યા છે






Latest News