મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકાનેર અને માળીયા (મી) તાલુકામાં જુગારની ચાર રેડ: ૨૪ જુગારીઓ ઝડપાયા


SHARE







મોરબી શહેર-વાંકાનેર અને માળીયા (મી) તાલુકામાં જુગારની ચાર રેડ: ૨૪ જુગારીઓ ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી તેમજ વાંકાનેર તાલુકાના વાલાસણ અને માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે જુગારની એક-એક રેડ કરવામાં આવી હતી આમ કુલ મળીને જુદી જુદી જગ્યાએ જુગારની ચાર રેડમાં ૨૪ જુગારીઓ ઝડપાયા હતા જેથી કરીને પોલીસને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હિતેશભાઈ બાબુભાઈ મુછડીયા (૩૦), સચિનભાઈ ધીરુભાઈ સોલંકી (૨૩), ગૌતમભાઈ ભાવેશભાઈ પરમાર (૨૧), મુકેશભાઈ નાનજીભાઈ મકવાણા (૪૦), વિપુલભાઈ ઉર્ફે અશોકભાઈ મૂળજીભાઈ ચાવડા (૨૭) અને મહેશભાઈ અરજણભાઈ પરમાર (૩૨) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪૪૩૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં ગ્રાઉન્ડમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પણ જુગારની રેડ કરતા શામજીભાઈ બાબુભાઈ વાઘાણી (૨૨), અજયભાઈ ગેલુભાઈ સીતાપરા (૨૪), અને અમિતભાઈ નવઘણભાઈ આંત્રેશા (૨૭) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૫૬૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર ખરાબમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ અમરશીભાઈ ફુલતરીયા (૫૦), દિપકભાઈ મૂળજીભાઈ ફુલતરીયા (૧૯), સંજયભાઈ અમરશીભાઈ ફુલતરીયા (૨૨), કરણભાઈ અશોકભાઈ ફુલતરીયા (૧૯), તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા (૨૫), વિશાલભાઈ અશોકભાઈ ફુલતરીયા (૨૭), અનિલભાઈ ચંદુભાઈ ફુલતરીયા (૨૧) અને પીન્ટુભાઇ માનસિંગભાઈ ફુલતરીયા (૨૮) રહે બધા વાલાસણ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬૬૫ ની રોકડ કબજે કરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે કોળીવાસમાં શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લક્ષ્મણગીરી ભીખુગીરી ગોસાઈ (૪૨), વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ (૨૮), જયદીપભાઇ તખુભાઈ ધંધુકિયા (૧૯), કિરીટભાઈ અમૃતલાલ રાણપરા (૫૫), દિનેશભાઈ છગનભાઈ ઇન્દરિયા (૪૮), મહિપાલસિંહ મંગળસિંહ જાડેજા (૩૭) અને સવાભાઈ વશરામભાઈ બોરીચા (૬૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૬૩૪૦ ની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News