મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું


SHARE







મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થવા લાગી છે જેથી કરીને ડેમમાં આજની તારીખે પણ ૧૯૯૧ કયુંસેક પાણીની આવક ચાલુ છે અને હાલમાં સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે જેથી કરીને બે તાલુકાનાં ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૦ ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-૧ ડેમમાં પાણી ભરાતા મોરબીવાંકાનેર અને ટંકારા તાલુકાનાં લોકોને પાણી માટેની ચિંતા દૂર થઈ જાય છે ત્યારે હાલમાં મોરબી મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરની બાજુએ સારો વરસાદ છે જેથી કરીને ડેમમાં હવે પાણીની આવક થવા લાગી છે જેથી કરીને આ ડેમની નીચે આવતા ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે

મોરબી તાલુકાનાં ૪  અને વાંકાનેર તાલુકાનાં ૨૦ ગામોને સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા એલર્ટ કરાયા હતા અને કોઈને પણ મચ્છુ નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ડેમના ઉપર વાસમા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ૧૯૯૧ કયુસેક ચાલુ છે અને ૪૯ ફૂટની ઊંચાઈ ધરાવતો આ મહાકાય મચ્છુ-૧ ડેમ આજે વહેલી સવારે ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાઈ જતાં હાલમાં ઓવરફ્લો થઈ ગયેલ છે તેવું અધિકારી જણાવ્યુ છે અને હવે મચ્છુ-૧ માંથી ઓવરફ્લો થતું પાણી મચ્છુ નદી મારફતે મચ્છુ-૨ ડેમમાં આવશે જેથી કરીને મચ્છુ-૨ ડેમ પણ ઝડપથી ઓવરફ્લો થશે તેવું લાગુ રહયું છે

અત્રે ઉલેખનીય છે કે, મહાકાય મચ્છુ-૧ ડેમ આખો ભરાઈ ગયો છે જેથી કરીને આગામી એક વર્ષ માટે વાંકાનેર શહેર અને તાલુકામાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે અને વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટે આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમ છલોછલ ભરાઈ ગયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કોઈને પણ હવે મચ્છુ-૧ ડેમ હેઠળના વિસ્તારમાં મચ્છુ નદીના પટમાં ન જવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે






Latest News