મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે શિવ કોમ્પલેક્ષ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે શિવ કોમ્પલેક્ષ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે આવેલ શિવ કોમ્પલેક્ષ સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૦૦૦૦ નું હથિયાર કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીનો સ્ટાફ મોરબીના મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે શિવ કોમ્પલેક્ષ પાસે હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦  હજાર રૂપિયાની કિંમતનું હથિયાર તેની પાસેથી કબજે કર્યું હતું અને કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજા જાતે દરબાર (૩૮) રહે. વાધરવા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ રપ(૧-બી), એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચાર બીયર

માળીયા મીયાણા તાલુકાના નાની બરારથી જાજાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતમાં બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને હમીરભાઈ સુખાભાઈ કોઠીવાર જાતે આહિર (૩૨) રહે નાની બરાર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News