મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવાનો ઓવરટેક કરવા જતાં આગળ જતું એક્ટિવા આડું આવતા યુવાનને લાફા ઝીકયા: મારામારી-એટ્રોસીટીની ફરિયાદ


SHARE







મોરબીમાં એક્ટિવાનો ઓવરટેક કરવા જતાં આગળ જતું એક્ટિવા આડું આવતા યુવાનને લાફા ઝીકયા: મારામારી-એટ્રોસીટીની ફરિયાદ

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે મોબાઈલ રીપેર કરાવીને મિત્ર સાથે યુવાન ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મોરબી શનાળા રોડ ઉપર આવેલ મહેશ પાન પાર્લર તથા ઓમ બ્લડ બેંક સામે જાહેર રોડ ઉપરથી પાછળ આવી રહેલા એક્ટિવાનો ચાલક ઓવરટેક કરવા જતાં સમયે યુવાન અને તેના મિત્રનું એક્ટિવા આદું આવ્યું હતું જેથી કરીને તેની સાથે બોલાચાલી કરીને લાફા માર્યા હતા અને યુવાનના પિતા ત્યાં આવતા તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે મારા મારી, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા મીહિરભાઇ રાજેશભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ (૨૦)એ હાલમાં એકટીવા નં જીજે ૩૬ એન ૭૫૩૦ ના ચાલક આદિત્યરાજસિંહ દરબાર અને તેની સાથે રહેલા શખ્સની સામે ફરિયાદ નોંધવાઇ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ઓમકાર ટેલીકોમમા તેનો મોબાઈલ રીપેર કરવામાં માટે તેના મિત્ર સાથે ગયો હતો અને મોરબી શનાળા રોડ ઉપર આવેલ મહેશ પાન પાર્લર તથા ઓમ બ્લડ બેંક સામે જાહેર રોડ ઉપરથી તે પોતાના મીત્ર નીત કાનાણી સાથે નીત કાનાણીના એકટીવા નંબર જીજે ૩૬ એબી ૭૦૧૧ ઉપર પોતાના ઘર તરફ પરત જતા હતા તે સમયે આરોપી આદિત્યરાજ દરબારે ફરિયાદીના એકટીવાને ઓવરટેક કરવા જતા ફરિયાદીનું એકટીવા આડુ આવતા આરોપીએ તેના એકટીવાની પાસે પોતાનુ એકટીવા લઇ આવીને ચારથી  પાંચ વખત ફરિયાદીના એકટીવા સાથે તેનું એકટીવા અથડાવવાનો પ્રત્યત્ન કર્યો હતો ત્યારે ફરિયાદી તેનું વાહન ઊભું રાખીને આરોપીને આવુ શા માટે કરો છો ? એવુ પુછતા આરોપીએ ફરિયાદીને તુ કેવો છો એવુ પુછતા ફરિયાદિએ પોતે અનુ.જાતિના હોવાનુ જણાવતા આરોપી એકટીવા ચાલકે તેને ગાળો આપી હતી તેમજ આરોપીના ઓળખીતા ભાઇએ આવીને ફરિયાદીને ગાલ અને ચહેરા ઉપર ફડાકા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરિયાદી પોતાના પીતાને ફોન કરતા તેના પીતા રાજેશભાઇ ત્યાં આવી ગયા હતા અને તેમણે આરોપીઓને મારા દિકરા સાથે ઝગડો કેમ કરો છો એવુ પુછતા આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને જાહેરમા જાતિ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ફરિયાદીના પીતા રાજેશભાઇને તુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ)૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News