મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે દેવીપુજકવાસમાં ઘર પાસે ઉભેલ મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઇ ગયા હતા જોકે ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે દેવીપુજકવાસમાં રહેતા મૂળ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુરના રહેવાસી ગીતાબેન વલ્લભભાઈ મુંદડિયા (૩૦) તેના ઘર પાસે આંગણામાં ઊભા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ઓટો રીક્ષામાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હકાભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે

વૃદ્ધનું મોત

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નં-૧ માં રહેતા રાઠોડ મનજીભાઈ સોમાભાઈ (૫૬) ને કેન્સરની બીમારી હતી અને કેન્સરના લીધે તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News