મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ૫૦૦ લાખના ખર્ચે ત્રણ રોડ બનશે


SHARE







વાંકાનેર તાલુકામાં ૫૦૦ લાખના ખર્ચે ત્રણ રોડ બનશે

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકાનાં જુદાજુદા વિસ્તારના ત્રણ રોડને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને મંજૂર કરવામાં આવેલ છે અને ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે તેના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વાંકાનેર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ વિવિધ ત્રણ રોડના કામની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૮૦ લાખના ખર્ચે ઘીયાવડથી ખીજડીયા એપ્રોચ રોડ, ૨૫૦ લાખના ખર્ચે માટેલ જામસર વર્ડુસર રોડ અને ૧૭૦ લાખના ખર્ચે વીઠલપર એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવેલ છે અને તેની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેની હવે સ્થાનિક અધિકારી દ્વારા આગળની કામગીરી કરવામાં આવશે






Latest News