મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એન. ને પદ્મશ્રી માટે ધારાસભ્યની ભલામણ


SHARE







વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એન. ને પદ્મશ્રી માટે ધારાસભ્યની ભલામણ

વાંકાનેરમાં રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતાં ભાટી એન. ને પદ્મશ્રી આપવાની વાંકાનેરના ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી છે અને તેના અન્વયે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરાએ અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગને પત્ર લખ્યો છે અને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને ભલામણ સાથેનો એક પત્ર લખવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરમાં રહેતા ભાટી એન. (ભાટી નંગાજી સવજીભાઇ) છેલ્લા ૪૦ વર્ષથી વાઈલ્ડ લાઈફ, ગ્રામ્ય જીવન, સ્થાપ્ત્ય કળા, ફોટો જર્નાલિસ્ટ, ચિત્રકળા, લેખનક્ષેત્રે અગ્રેસર પ્રદાન આપતા આવે છે. અને વર્ષ ૨૦૧૬માં મોરબી જિલ્લાના ગૌરવવંતા વ્યક્તિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાટી એન. નું સન્માન કરવામાં આવ્યું હતું અને મોરારિબાપુના હસ્તે તસવીર આલેખન અને શુરવિર પાળીયા પુસ્તકનું લેખન ભાટી એન. દ્વારા કરવામાં આવ્યું હતું જેથી કરીને આ સિદ્ધિ અને યોગદાનને ધ્યાને રાખીને તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે અને મંત્રીએ પણ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે






Latest News