મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકામાં ચેક રિટર્નના કેસનો ખાર રાખીને યુવાનને પંચ વડે માર માર્યો: બે શખ્સોની સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના મહીકામાં ચેક રિટર્નના કેસનો ખાર રાખીને યુવાનને પંચ વડે માર માર્યો: બે શખ્સોની સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને સાથે ચેક રીટનના કેસનો જૂનો ખાર રાખીને મારામારી કરવામાં આવી હતી ત્યારે એક શખ્સે તેના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને પગ, હાથ અને છાતીના ભાગે ઇજા કરી હતી અને બીજા શખ્સે તેને પકડી રાખીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતાને બાંધકામના કોન્ટ્રાક્ટનું કામ કરતા વિજયભાઈ શીવાભાઈ ચાવડા (૩૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યાકુભાઈ મહમદભાઇ બાદી અને ઉસ્માનભાઈ મહમદભાઇ બાદી રહે. બંને મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, આરોપીઓએ ચેક રિટર્નના કેસ બાબતે જૂનો ખાર રાખીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને ત્યારે યાકુબભાઈ બાદીએ પોતાના હાથમાં પહેરેલ પંચ વડે ફરિયાદી યુવાનને પગ, હાથ અને છાતીના ભાગે માર મારીને ઇજા કરી હતી ત્યારે ઉસ્માનભાઈ બાદીએ તેને પકડી રાખીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News